બજેટ 2019: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ અમીરોએ હવે ભરવો પડશે વધુ ટેક્સ, જાણો અન્ય જાહેરાતો  

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ 2019ને સંસદમાં રજુ કર્યું. નાણાં મંત્રીએ પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ દેશના જવાબદાર નાગરિકો છે.

બજેટ 2019: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ અમીરોએ હવે ભરવો પડશે વધુ ટેક્સ, જાણો અન્ય જાહેરાતો  

નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ 2019ને સંસદમાં રજુ કર્યું. નાણાં મંત્રીએ પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ દેશના જવાબદાર નાગરિકો છે. ટેક્સ સ્વરૂપે તેમના મુલ્યવાન યોગદાનના કારણે જ દેશનો ચતુર્મુખી વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ વર્ષ ફેબ્રુઆરીમાં પીયૂષ ગોયલ દ્વારા રજુ કરાયેલા વચગાળાના બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓને ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવાની જાહેરાતને બજેટમાં દોહરાવવામાં આવી છે. ઈ-વ્હીકલ્સ ખરીદનારાઓને ઓટો લોન પર દોઢ લાખ રૂપિયા સુધીના વ્યાજ પર આવકવેરામાં છૂટ મળશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ હેઠળ 2020 સુધીમાં ઘર ખરીદવા માટે લેવાયેલી લોનના વ્યાજ પર દોઢ લાખ સુધીની વધારાની છૂટ મળશે. 

બજેટ 2019- ટેક્સમાં કરાયેલી મહત્વની જાહેરાતો

  • PANની જગ્યાએ હવે આધારથી પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે. 
  • અફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ હેઠળ ઘર ખરીદવા માટે લેવાયેલી લોનના વ્યાજ પર 1.5 લાખની વધારાની ટેક્સ છૂટ મળશે. એટલે કે 45 લાખ સુધીનું ઘર ખરીદવા માટે લોનના વ્યાજ પર મળથી કુલ છૂટ હવે 2 લાખથી વધીને 3.5 લાખ રૂપિયા થઈ. 
  • બેંક એકાઉન્ટથી વાર્ષિક 1 કરોડથી વધુ કાઢવા પર 2 ટકા ટીડીએસ
  • 2-5 કરોડની આવકવાળાએ 3 ટકા વધારાનો કર ભરવો પડશે. 
  • 5 કરોડથી વધુની આવક પર 7 ટકા વધારાનો સરચાર્જ ભરવો પડશે. 
  • 400 કરોડ ટર્નઓવર વાળી કંપનીઓ પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ લાગશે.
  • ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર 1.5 લાખની વધારાની ટેક્સ છૂટ મળશે. 

જુઓ LIVE TV

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
મોદી સરકારે ભલે ટેક્સ સ્લેબ નથી બદલ્યો પરંતુ વધુ કમાણી કરનારાઓને ઝટકો આપ્યો છે. હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાનારા લોકોએ 3 ટકા વધારાનો ટેક્સ ભરવો પડશે અને આ સાથે જ 5 કરોડ રૂપિયાથી વધુ કમારનારાઓએ 7 ટકા વધારાનો ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત બેંક પાસેથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢનારાઓએ 2 ટકા ટીડીએસ ભરવો પડશે. એક  કરોડ રૂપિયાથી વધુ કાઢવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં જ કપાઈ જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news